સુરતઃ આજે સુરતના નવા મેયર અને અન્ય હોદ્દેદારોની ભાજપ દ્વારા વરણી કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની પણ વરણી કરવામાં આવી છે. આપના ધર્મેશ ભંડેરી વિપક્ષ નેતા બન્યા છે. આપ દવારા વિપક્ષ નેતાની જાહેરાત કરવામાં આવી છે. 


સુરતના નવા મેયર મેયર હેમાલી બોઘાવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે.


સુરતમાં સ્થાયી સમિતિની ટીમ પણ જાહેર કરવામાં આવી છે. સ્થાયી સમિતિમાં વ્રજેશ ઉનડકટ, ઉર્વશી પટેલ, ચીમન પટેલ, દક્ષેશ વાઘાણી, સુધાકર ચૌધરી, મનીષા મહાત્મા, ભૂષણ પાટીલ, રશ્મિબેન, અમીતાબેન પટેલ, ધર્મેશ ભાલાળાનો સમાવેશ થાય છે. 


ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થયા પછી આજે પહેલી સામાન્ય સભા મળી હતી. જોકે, સુરત મનપાની સામાન્ય સભામાંથી આપના ગોપાલ ઇટાલિયા અને દિનેશ કાછડીયાને બહાર કાઢવામાં આવ્યા હતા. ભાજપના ઘારાસભ્યો અને હોદેદારોને હોલમાં બેસવા મળે છે તો અમને કેમ નહીં તેઓ મુદ્દો આપના નેતાઓ એઉઠાવતાં મામલો ઉગ્ર થતા બહાર કઢવામાં આવ્યા હતા.