#MeTooને સપોર્ટ કરનાર આ એક્ટ્રેસના પિતા સામે જ લાગ્યો જાતીય શોષણનો આરોપ
નિશાએ પોતાની બીજી ટ્વિટમાં લખ્યું છે કે, બે દિવસ બાદ દાસની દીકરી અને ફેમસ ફિલ્મ એક્ટર-ડાયરેક્ટર નંદિતા દાસે તેને ફોન કર્યો, અને પૂછ્યું કે, શું તે પોતાની જેમ બીજી કોઈ મહિલા સહાયક શોધવામાં તેમની મદદ કરી શકે છે. નિશાએ કહ્યું કે, નંદિતાએ મને પોતાના વિશે જણાવ્યું અને કહ્યું કે, મારા પિતાએ મને તારો નંબર આપ્યો છે. આજે એ વ્યક્તિની બેશરમી પર મને અકળામણ થઈ રહી છે. જોકે, જતિન દાસે આ ઓરોપોને નકારતા કહ્યું કે, આજકાલ લોકોની વિરુદ્ધ આરોપ લગાવવાનો એક ખેલ ચાલી રહ્ય છે, જેનો હેતુ માત્ર મૌજ કરવાનો છે. તેમણે પોતાના પર લાગેલા આરોપોને અશ્લીલ બતાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોરાએ આગળ કહ્યું કે, તેમણે મને પકડવાનો પ્રયાસ કર્યો હતો. હું ત્યાંથી બચી નીકળી તો બાદમાં ફરીથી તેમણે એવું કર્યું. મેં તેમને ધક્કો આપ્યો અને તેમનાથી દૂર જતી રહી હતી. નિશાએ લખ્યું કે, તે સમયે જતિન દાસે કહ્યું હતું કે, ‘અરે સારું લાગશે.’ મને યાદ છે કે જ્યારે હું પાછળ હટી રહી હતી ત્યારે તેમને આ વાત પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં મારો બગલથેલો ઉઠાવ્યો અને ઘર તરફ ભાગી ગઈ હતી. આ વિશે મેં ક્યારેય વાત નથી કરી, પણ હવે કરી રહી છું.
નવી દિલ્હી સંરક્ષણવાદી કાર્યકર્તા નિશા બોરાએ મંગળવારે પદ્મભૂષણ કલાકાર જતિન દાસ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. બોરાએ કહ્યું કે, પોતાના ગામ ખિડકી સ્થિત સ્ટૂડિયોમાં 2004માં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જતિને આ આરોપને હાસ્યાસ્પદ અને અશિષ્ટ ગણાવતા ફગાવી દીધો છે.
બોરાએ કહ્યું કે, તે ત્યારે 28 વર્ષની હતી અને દાસે એક ડિનર કાર્યક્રમ દરમિયાન તેને પૂછ્યું હતું કે, ‘શું તેમના સામાનને વ્યવસ્થિત કરવા માટે તેની પાસે સમય અને ઈચ્છા છે ખરી’ ત્યારે મહિલાએ એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો તો તેમણે કામના બીજા દિવસે ખિડકી ગામ સ્થિત પોતાના સ્ટુડિયોમાં તેનું જાતીય શોષણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -