બોલિવૂડના ડાયરેક્ટર પર મહિલાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ, કહ્યું- તેમણે મારું જીન્સ ઉતાર્યું અને મારી ઉપર આવી ગયા
યુવતીએ આગળ કહ્યું કે, એક સાંજે રેકોર્ડિંગ કરતા કરતા પછી મોડી રાત થઈ ગઈ. તેમમે મને ડ્રિંકની ઓફર કરી જેમાં તેણે કંઈક ભેળવ્યું હતું. બાદમાં તેમણે મને ઘરે ડ્રોપ કરવાને હદલે લોનાવાલા લઈ ગયા. તે મને હોટલમાં લઈ ગયા. ત્યાં તેમણે રૂમમાં લઈ જઈને તેમણે મારું જીન્સ ઉતાર્યું અને મારી ઉપર આવી ગયા. મેં બૂમ પાડવાનો પ્રયાસ કર્યો પણ તેમણે મારા મોં પર હાથ મૂકી દીધો. ડ્રિંકને કારણે મારામાં તાકાત નહોંતી બચી. જ્યારે વારે મારી આંખ ખુલી તો સોફા પર લાલ નિશાન હતા અને તે વિખેરાયેલો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાદમાં મેં નોકરી છોડી દીધી. તે પછી હું ક્યારેય તેમને મળી ન હતી. એક વખત હું મારા મિત્રો સાથે ગઈ હતી ત્યાં સુભાષ ઘાઈ શૂટિંગ કરી રહ્યા હતા. સેટ પર બધા લોકો મને ઓળખતા હતા, પરંતુ ત્યાં રોકાવું મારા માટે શક્ય ન હતું, એટલે હું ત્યાંથી જતી રહી. જોકે સુભાષ ઘાઈએ આ તમામ આરોપોને નકારી દીધા છે.
એક દિવસે જ્યારે હું ત્યારે એપાર્ટમેન્ટમાં પહોંચી તો તેઓ સ્ક્રિપ્ટ બદલે રોવાનું નાટક કરવા લાગ્યા અને માથું મારા ખોળામાં રાખી દીધું અને મને જબરજસ્તીથી કિસ કરવા લાગ્યા. હું શોક્ડ થઈ ગઈ અને ત્યાંથી જતી રહી.
મહિલાએ કહ્યું કે, શરૂઆતમાં તેઓ મને રેકોર્ડિંગ સ્ટુડિયો લઈ જતા હતા જ્યાં મારે ઘણાં પુરુષો સાથે મોડી રાત સુધી બેસી રહેવું પડતું હતું. બાદમાં સુભાષ ઘાઈ મને ઘરે છોડી જતા. એક દિવસે તેમણે ધીમે ધીમે પોતાનો હાથ મારા જાંઘ પર રાખ્યો અને મને ગળે લગાવીને કહ્યું કે મેં ખૂબ સારું કામ કર્યું છે. બાદમાં તે મને તેમના લોખંડવાલા સ્થિત એક એપાર્ટમેન્ટમાં સ્ક્રિપ્ટ સેશન માટે બોલાવા લાગ્યા.
મહિલાએ કહ્યું કે, આ બધું તે સમયે બન્યું જ્યારે હું સુભાષ ઘાઈ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી. તેમણે મને કહ્યું હતું કે તેઓ મને ગાઈડ કરશે અને આગળ વધારશે. મારો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ગોડફાધર અથવા દોસ્ત નહોતો. આથી મેં તેમું કહેવું માન્યું.
નવી દિલ્હીઃ હીરો, કર્મા અને ખલનાયક જેવી જાણીતી ફિલ્મના ડાયરેક્ટર સુભાષ ઘાઈ પર એક અજાણી મહિલાએ ડ્રિંકમાં નશીલી દવા ભેળવીને દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. જોકે 73 વર્ષના ઘાઈએ આ આરોપને ફગાવી દેતા મહિલા પર માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -