✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સીરિયલ 'મેરી આશિકી તુમસે હી'ના સેટ પરથી ભાગવાની ફિરાકમાં હતી આ હસીના, હવે કરશે બોલિવુડમાં ડેબ્યૂ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 11:16 AM (IST)
1

રાધિકા પોતાના અંગત જીવન વિશે વધુ વાત નથી કરતી. મીડિયા રિપોર્ટ્સની જાણકારી મુજબ રાધિકા ઈશાન આર્યાને ડેટ કરી રહી છે.

2

એકતા કપૂરે દિલ્લીમાં એક શો દરમિયાન રાધિકાને પરફોર્મ કરતા જોઈ હતી અને એકતાએ ત્યારે જ અંદાજ લગાવી લીધો હતો કે મેરી આશિકી તુમસે હી હે માટે રાધિકાથી એકદમ બેસ્ટ છે. રાધિકા પ્રશિક્ષિત ડાન્સર છે અને તેને હિપ હૉપ, ક્રમ્પિંગ અને બી બોયિંગમાં નિપૂણ છે. રાધિકા ડાન્સિંગ શો જલક દિખલા જાનો પણ હિસ્સો રહી છે, પરંતુ તે આ શો માં વધારે આગળ ન જઈ શકી.

3

મેરી આશિકી તુમસે હી રાધિકાની પ્રથમ સિરીયલ હતી અને આ સીરિયલની શૂટિંગ ઘણી વખત 24 કલાક કરતા પણ વધારે થતું. જેના કારણે રાધિકા પરેશાન થઈ જતી અને શરૂઆતના દિવસોમાં તે સેટ પરથી ભાગવાની ફિરાકમાં હતી.

4

રાધિકાએ એક્ટિંગ સ્કિલ્સ પર પણ ખૂબ કામ કર્યું. સીરિયલ બાદ તે ઈન્ડોનેશિયન વેબ સીરીઝમાં પણ જોવા મળી.

5

મને યાદ છે જ્યારે મારે એક સીન કરવાનો હતો, જેમાં મારે રડવાનું હતું. હું જ્યારે રડવા લાગી ત્યારે સેટ પર તમામ લોકોએ ચુપ્પી સાધી લીધી હતી. ત્યારબાદ મારા નિર્દેશક મારી પાસે આવ્યા મને ગળે લગાવી અને મને કહ્યું તારા પર ગર્વ છે. તે એક ખૂબસૂરત પળ હતી.

6

રાધિકા નિર્દેશક વિશાલ ભારદ્વાજની ફિલ્મ છુરિયાંમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાધિકા સુનીલ ગ્રોવર અને સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળશે. હાલના દિવસોમાં રાધિકા આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રાધિકાએ 19 વર્ષે અભિનયની દુનિયામાં એંટ્રી કરી હતી, શરૂઆતના દિવસોમાં મેરિ આશિકી તુમસે હી ના સેટ પર લોકો તેને હળવાસથી લેતા હતા. આ વિશે વાત કરતા રાધિકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને એક્ટિંગ નથી આવડતી તે માત્ર ખુબસૂરત છે.

7

મુંબઈ: મેરી આશિકી તુમસે હી ફેમ રાધિકા મદન માટે આજનો દિવસ ખાસ છે. રાધિકા આજે પોતાના જન્મદિવસ ઉજવવાની છે. સોશ્યલ મીડિયા પર રાધિકા ખૂબ જ લોકપ્રિય છે. થોડા સમયમાં જ આ હસીના બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે.

  • હોમ
  • મનોરંજન
  • સીરિયલ 'મેરી આશિકી તુમસે હી'ના સેટ પરથી ભાગવાની ફિરાકમાં હતી આ હસીના, હવે કરશે બોલિવુડમાં ડેબ્યૂ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.