ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ એડિલેડમાં, અહીં જાણો પૂરું શેડ્યૂલ
ટી-20 સીરીઝ - (પ્રથમ ટી20 – નવેમ્બર 20 – ગાબા, બ્રિસ્બેન), (બીજી ટી20 – નવેમ્બર 23 – મેલબોર્ન), (ત્રીજી ટી20 – નવેમ્બર 25 – સિડની). ટેસ્ટ સીરીઝ - (પ્રથમ ટેસ્ટ – 6-10 ડિસેમ્બર, એડિલેડ ઓવલ), (બીજી ટેસ્ટ – 14-18 ડિસેમ્બર, પર્થ), (ત્રીજી ટેસ્ટ – 26-30 ડિસેમ્બર, મેલબોર્ન), (ચોથી ટેસ્ટ – 3-7 જાન્યુઆરી, સિડની). વન-ડે સીરીઝ - (પ્રથમ વન-ડે – 12 જાન્યુઆરી, સિડની), (બીજી વન-ડે, 15 જાન્યુઆરી, ઓવલ), (ત્રીજી વન-ડે, 18 જાન્યુઆરી, મેલબોર્ન)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ ઓસ્ટ્રેલિયા પિંક બોલથી રમેલી તમામ 4 ટેસ્ટ મેચો જીતી છે, જ્યારે ભારતે હજુ સુધી પિંક બોલથી રમવાની શરૂઆત કરી નથી. આમ, વિદેશમાં જઈને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે ડે-નાઈટ મેચ ન રમવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે છે.
સધરલેન્ડે કહ્યું કે, ‘એડિલેડમાં ડે-નાઈટ મેચ રમાડવી અમારી પ્રાથમિકતા છે. અમે તેના પર કામ કરી રહ્યાં છે અને આશા છે કે, આગામી થોડાક સપ્તાહોમાં અમને આ અંગે જવાબ મળી જશે.’ ભારત હજુ સુધી પિંક બોલથી ટેસ્ટ ક્રિકેટ રમ્યું નથી અને તે આ વર્ષના અંતે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે તેવી અટકળો ચાલી રહી છે.
બોર્ડર-ગાવસ્કર સીરીઝની પ્રથમ ટેસ્ટ 6 ડિસેમ્બરે એડિલેડ ખાતે રમાશે. પહેલા આ મેચ ડે-નાઈટ રાખવાની વાત ચાલી રહી હતી પરંતુ BCCIએ વાંધો ઉઠાવતા તેને રેગ્યુલર ટેસ્ટ જ રાખવામાં આવી છે. જોકે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સધરલેન્ડે કહ્યું કે, તેઓ આ મેચને ડે-નાઈટ બનાવવા માટે BCCI સાથે વાત કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જવાની છે જ્યાં તે 3 ટી20, 4 ટેસ્ટ અને 3 વનડે મેચની સીરીઝ રમશે. પરંતુ આ પ્રવાસનો શેડ્યૂલ ઓસ્ટ્રેલિયાએ ખૂબ અજીબોગરીબ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆત ટી20 સીરીઝથી કરી છે બાદમાં ટેસ્ટ સીરીઝ રમવામાં આવશે અને અંતમાં વનડે સીરીઝ રમવામાં આવશે. જોકે બીસીસીઆઈએ સાઉથ આફ્રીકા પ્રવાસ બાદ જાહેરાત કરી હતી કે તે દરેક વિદેશી સીરીઝમાં પહેલા વનડે અને ટી20 સીરીઝ રમશે અને બાદમાં ટેસ્ટ સીરીઝ રમશે. જોકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ આ વાત માની નથી લાગતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -