#MeToo: આરોપ સાબિત થશે તો કિરણ રાવ સહિત 11 મહિલા નિર્દેશકો આવા લોકો સાથે કામ નહી કરે
ડિરેક્ટર્સ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, મહિલા અને ફિલ્મ નિર્માતાઓના રૂપમાં અમે #MeToo ઈન્ડિયા અભિયાનને અમારું સમર્થન આપવાનું નક્કી કર્યું છે. અમે એ મહિલાઓની સાથે એકજૂટ થઈને ઉભા છે, જે યૌન ઉત્પીડનના મામલાને લઈને પૂરતી ઈમાનદારીથી આગળ આવી છે.
આ નોટમાં લખવામાં આવ્યું છે કે, હવે આ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સના યૌનશોષણની વાતો રજૂ કરનારા લોકોનું સમર્થન કરવામાં અને આરોપ સાબિત થનાર કોઈ પણ વ્યક્તિની સાથે કામ ન કરવાનો અમે નિર્ણય લીધો છે. ઝોયા અખ્તર,કોંકણા સેન શર્મા, મેઘના ગુલઝાર, ગૌરી શિંદે, કિરણ રાવ, રીમા કાગતી અને નંદિતા દાસ જેવી મહિલા ડિરેક્ટર્સ તેમાં સામેલ છે. આ 11 ડિરેક્ટર્સે #MeToo અભિયાનને સમર્થન આપવાની પ્રતબદ્ધતા વ્યક્ત કરી છે.
મુંબઈ: સમગ્ર દેશમાં #MeToo કેમ્પેઈન બાદ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બોલીવૂડમાં પણ નાના પાટેકરથી લઈને સાજિદ ખાન સુધીના લોકો પર આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે હવે બોલિવુડની મહિલા ડિરેક્ટર્સ તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે. સોશિયલ મીડિયા પર ફેમસ ડિરેક્ટર ઝોયા અખ્તરે તમામ ફિલ્મ મેકર્સ તરફથી એક નોટ શેર કરી છે. જેમાં આવી કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરવાની ના પાડી છે, જેના પર યૌનશોષણનો આરોપ લાગ્યા હોય અને તે સાચા સાબિત થયા હોય.