અમદાવાદઃ ગરબામાંથી દીકરીને ઘરે મોકલી મહિલા પ્રેમી સાથે રંગરેલિયાં મનાવવા જતી રહી, આખી રાત ગુજાર્યા પછી સવારે આવી ને પતિ જોઈ ગયો.........
અમદાવાદઃ અમદાવાદનાં સોલા સાયન્સ સિટી રોડની નજીક આવેલા હેતાર્થ પાર્ટી પ્લોટ પાસે રહેતી મહિલા ગરબા રમવાના નામે આખી રાત પ્રેમી સાથે રંગરેલિયાં મનાવવા બહાર રહી હતી. દીકરીને તેણે ઘરે મોકલી દીધી હતી અને પોતે ગાયબ થઈ ગઈ હતી. વહેલી સવારે તે જલસા કરીને પાછી ફરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.
બંને વચ્ચે મારામારીની ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. પોલીસે યુવરાજની બેગ તપાસતા તેમાંથી 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે યુવરાજ સિંહ બોરાણા સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાના પતિ અને પ્રેમી વચ્ચે રસ્તા પર મારામારી થઈ હતી. આ દરમિયાન પતિએ પ્રેમીની બેગ ખેંચી લીધી હતી. પ્રેમી ભાગવા જતો હતો પણ પોલીસ આવી પહોંચતાં ભાગી શક્યો નહતો પોલીસે બેગ તપાસતાં તેથી 3 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે પ્રેમી યુવરાજ સિંહની ધરપકડ કરી છે.
આ મહિલા પોતાના પ્રેમી સાથે રંગરેલિયા મનાવવા ગાયબ થઈ ગઈ નહતી. પત્નીની રાહ જોતા પતિએ સવારે જોયું તો તેની પત્ની પ્રેમીની ગાડીમાંથી ઉતરી રહી હતી. આ જોઇને પતિનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પતિને જોઇને પ્રેમી ગાડી લઈને ભાગ્યો હતો, પરંતુ પતિએ 4 કિમિ સુધી પીછો કરીને ગાડી રોકાવી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, 40 વર્ષની મહિલા શુક્રવારે પોતાની 14 વર્ષની દીકરીને લઇને ગરબા રમવા ગઈ હતી. દીકરી રાત્રે 12 વાગ્યે ગરબા રમીને પરત આવી ગઈ, પરંતુ પત્ની ના આવતાં પતિએ તેને ફોન કર્યો હતો. જો કે પત્ની તરફથી કોઈ જ જવાબ મળ્યો નહોતો.