#MeToo: સાજિદ પર આ હોટ અભિનેત્રીએ લગાવ્યો આરોપ, તે સેટ પર જાહેરમાંજ અશ્લિલ મજાક કરતો હતો
સાથે બિપાશાનું કહેવું છે કે જો તેની સાથે આવી કોઈ ઘટના બની હોત તો તે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવા બિલકુલ પણ સમય બગાડ્યા વગર 2014માં જ બોલતી. હું ક્યારેય અપમાન સહન નહીં કરું.
ઉલ્લેખનીય છે કે, બિપાસાએ સાજિદ ખાન સાથે ફિલ્મ ‘હમશકલ્સ’માં કામ કર્યું છે. આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. બિપાશાએ હાલમાં જ એક ટ્વિટનો રિપ્લાય કરતા લખ્યું કે, હું ખુશ છું કે મહિલાઓ આવા લોકો સામે યૌન શોષણના અનુભવો શેર કર્યા. તેમણે મારી સાથે કંઈ નથી કર્યું પણ મહિલાઓ પ્રત્યે અસભ્ય વ્યવહાર મને પરેશાન કરતો હતો. તે સેટ પર વિચાર્યા વગર જાહેરમાંજ અશ્લીલ મજાક કરતા હતા. અને મહિલાઓ સાથે પણ ખરાબ વ્યવહાર કરતા હતા.
મુંબઈ: દેશભરમાં ચાલી રહેલા મીટૂ કેમ્પેઈને લઈને એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર પર યૌન શોષણના આરોપો લાગી રહ્યા છે. ત્યારે ફિલ્મ મેકર સાજિદ ખાન પર પણ જાતિય શોષણના આરોપ લાગ્યા છે. સાજિદ પર પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર સલોની ચોપડા સહિત અનેક મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેના બાદ અભિનેત્રી બિપાશઆ બસુ પણ સામે આવી છે. બિપાશાએ કહ્યું કે સાજિદ ફિલ્મના સેટ પર જાહેરમાંજ અશ્લીલ મજાક કરતો હતો.
ઉલ્લેખનીય છે કે, સલોની ચોપડા બાદ હવે વધુ એક અક્ટ્રેસે સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. 2014માં આવેલી ફિલ્મ ઉંગલીની એક્ટ્રેસ રેચેલ વ્હાઈટે કહ્યું કે તેની પાસે સાબિતી માટે કોઈ સ્ક્રીનશોટ્સ નથી પરંતુ તે બસ રાહ જોઈ રહી હતી કે કોઈ આગળ આવે તેના બાદ તે પણ પોતાની વાત જણાવું.