ગુજરાતી હિન્દી ફિલ્મો બનાવનારા ડિરેક્ટરે એક્ટ્રસને કહ્યું: બધાં કપડાં ઉતારી નાંખ, મારે તને........
નવી દિલ્હીઃ દિલ સે દિલ તકની સ્ટાર અને ટૂંકમાં જ ખતરો કે ખેલાડીની નવી સીઝનમાં જોવા મળનારી એક્ટ્રેસ જાસ્મિન ભસીન પણ #MeToo કેમ્પેઈનનો ભાગ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે હાલમાં જ એક અખબાર સાથે વાતચીતમાં ખુદની સાથે થયેલ જાતીય શોષણનો ખુલાસો કર્યો છે. જાસ્મિને જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે હું મોડેલિંગનું કામ કરી રહી હતી. ત્યારે મેં એક લોકપ્રિયા કાસ્ટિંગ ડાયરેક્ટર સાથે મુલાકાત કરી હતી.
આ ડાયરેક્ટર ખાસ ગુજરાતી અને હિન્દી ફિલ્મ માટે ઓડિશન લેતો હતો. હું પણ એક પ્રોજેક્ટ માટે ત્યાં ગઈ હતી. તેણે મને સૌથી પહેલા એ સવાલ કર્યો કે તું એક્ટ્રેસ બનવા માટે શું કરવા માગે છે. કઈ હદ સુધી જઈ શકે છે.
હું તેને કહ્યું કે, હું મારું ઘર છોડીને અહીં આવી છું અને સંઘર્ષ કરી રહી છું. તેનાથી વધારે હું શું કરી શકું. તેણને મને આગળ કહ્યું કે, તું તમારા કપડા ઉતાર, હું તારી બિકિની બોડી જોવા માગું છું. મેં તેમને કહ્યું કે, મારી બિકિની બોડી નથી. મને જે યુવતીની ભૂમિકાના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી તેની ભૂમિકા બિકિનીમાં નથી. મેં તેમને કહી દીધું કે આ મામલે મારી એજન્સી તેમની સાથે વાત કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -