આતંકી હુમલાની ધમકીને લઈને ગુજરાત સહિત કયા ત્રણ રાજ્યો હાઈ એલર્ટ કરાયા? જાણો વિગત
આતંકવાદીઓએ 20મી ઓક્ટોબરના રોજ મધ્ય પ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, કટની અને રાજસ્થાનનાં જયપુર રેલવે સ્ટેશનો અને અન્ય બસ સ્ટેશનો પર બોંબ વિસ્ફોટની ધમકી આપી હતી. તેમણે ઉજ્જૈનમાં આવેલાં મહાકાલ મંદિર અને સાંઈ મંદિરમાં હુમલો કરવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, અમે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લઈ રહ્યા છીએ. તમામ અધિકારીઓને હાઈએલર્ટના આદેશ આપી દેવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ પોલીસની સ્પેશિયલ બ્રાંચે ધમકી અંગે ચેતવણી આપતાં ઈંદોર અને ભોપાલના ડીઆઈજી સ્તરના અધિકારીઓ, તમામ જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, રેલવેના તમામ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને મંદિરો ખાતે સુરક્ષા વધારવાના આદેશ જારી કરી દેવામાં આવ્યા હતાં.
આતંકવાદીઓએ મધ્ય પ્રદેશના ઉજ્જૈનનાં મહાકાલ મંદિરને પણ નિશાન બનાવવાની ધમકી ઉચ્ચારી છે, જોકે 20 ઓક્ટોબરના શનિવારના રોજ કોઈ સ્થળે અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.
નવી દિલ્હી: ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દિવાળીના તહેવારો સમયે આતંકવાદી હુમલાની ધમકીને ધ્યાનમાં લેતાં ત્રણે રાજ્યોની સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટના આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા પાઠવાયેલા કથિત ધમકી પત્રમાં 20 ઓક્ટોબર અને 9 નવેમ્બરના રોજ ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને મંદિરો પર હુમલો કરવાની ધમકી અપાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -