જેમાં એકે કમેન્ટ કરી હતી કે, અંકિતાએ મિલિંદને પાપા કહેવા જોઇએ. જેનાં પર મિલિંદ હળવું હસે છે અને કહે છે કે, ક્યારેક ક્યારેક તે મને કહે છે. તેમની ઉંમરનાં તફાવત અંગે પણ વાત કરતાં મિલિંદ કહે છે કે તેનાં અને અંકિતા વચ્ચે 26 વર્ષનું અંતર છે. આ અંતર એટલું છે જેટલું મારા અને મારી માતાની ઉંમરની વચ્ચે છે.
એક્ટર મિલિંદ સોમનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પત્ની અંકિતા કુંવરની સાથે તે વીડિયોમાં #FreeToLove કેમ્પેઇનનો ભાગ બન્યો છે. વીડિયોમાં મિલિંદ અને અંકિતા પોતાની જિંદગી સાથે જોડાયેલાં પ્રશ્નોનાં જવાબ આપતા જોવા મળે છે.