આ અભિનેતા સાથે ફિલ્મ કરવા માગે છે મિસ વર્લડ માનુષી છિલ્લર
પોતાની કૉલેજ લાઈફ વિશે વાત કરતા માનુષીએ જણાવ્યું કે, ‘હું પણ 20 વર્ષની બીજી છોકરીઓ જેવી જ છું. હું કૉલેજ જવા માગું છુ, સવારે કૉલેજ માટે દોડું છું. અમારા એક હાથમાં બુક અને બીજા હાથમાં બ્રેકફાસ્ટ હોય છે. કૉલેજ દરમિયાન મારે મિસ વર્લ્ડની તૈયારી માટે સવારે 4.30 વાગ્યે ઉઠવું પડતું હતું. મને જે સારું લાગે છે તે હું કરું છું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં એક શોમાં જ્યારે માનુષીને પૂછવામાં આવ્યું કે, જો તે બોલિવૂડમાં કરિયર શરૂ કરશે તો કયા અભિનેતા સાથે પોતાની પહેલી ફિલ્મ કરવા માગશે. આ સવાલના જવાબમાં માનુષીએ તરત જ કહ્યું કે, મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન સાથે ફિલ્મ કરવાની તક મળશે તો તે તેના માટે તૈયાર થઈ જશે. જ્યારે તેને અન્ય કલાકારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, બીજા ઘણા એક્ટરનું કામ પણ સારું છે પરંતુ તે પર્સનલી આમિરને સૌથી વધુ પસંદ કરે છે.
મિસ વર્લ્ડ બનતા જ તેની બોલિવૂડમાં એન્ટ્રીને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારત માટે વિશ્વ સ્તરના બ્યૂટી કૉન્ટેસ્ટ જીતનારી મોટાભાગની યુવતીઓ આગળ જતા બોલિવૂડમાં દેખાઈ છે. ત્યારે હવે માનુષી ક્યારે બોલિવૂડની રાહ પકડશે તેના પર બધાનું ધ્યાન છે.
નવી દિલ્હીઃ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એક ચેનલ સાથે વાતચીતમાં માનુષીએ જમાવ્યું કે, તે આમિર ખાનની સાથે ફિલ્મ કરવા માગે છે. આ દરમિયાન માનુષીએ એ પણ જણાવ્યું કે, મેડિકલ સ્ટૂડન્ટની લાઈફ કેવી હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -