મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના સવાલનો વિરાટ કોહલીએ આ અંદાજમાં આપ્યો જવાબ
ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટન વન-ડે અને ટી-20 બાદ હવે ટેસ્ટમાં પણ પોતાના બેટથી કમાલ કરી રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં સદી અને બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી. તેણે 50 ઈન્ટરનેશનલ સેન્ચુરીનો રેકોર્ડ પણ બનાવી લીધો છે અને હવે ટેસ્ટમાં પાંચ હજાર રન બનાવવાથી પણ માત્ર 25 રન જ દૂર છે. તે ત્રણેય ફોર્મેટમાં 50થી વધુની સરેરાશ ધરાવતો વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનુષી વિરાટના હાથે એવોર્ડ મેળવ્યા બાદ તેને એક સવાલ કર્યો કે, ‘તમે એક પ્રેરણાસ્ત્રોત છો અને તમે સમાજને ઘણું બધું આપ્યું છે, ઘણા યુવા ક્રિકેટર્સ તમારામાંથી પ્રેરણા લે છે, તેમને શું સંદેશ આપવા માગો છો?’ આના જવાબમાં વિરાટે કહ્યું કે, તેણે ક્યારેય કોઈના જેવા બનવાનો પ્રયત્ન કર્યો નથી અને બીજા કોઈના માટે પોતાની જાતને બદલી નથી. વિરાટના આ જવાબથી ત્યાં બેઠેલા તમામ લોકોએ ખૂબ તાળીઓ પાડી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલી પોતાના શાનદાર પ્રદર્શન અને પ્રેરણાદાયી નેતૃત્વના જોરે દેશનાયુવાઓનો રોલ મોડલ બનીને ઉભર્યા છે. પોતાની રમત કૂશળતાના જોરે વિરાટે લાખોની સંખ્યામાં લોકોનો પોતાના પ્રશંસક બનાવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વિરાટને પોપ્યુલર ચોઈસ ફોર ઇન્ડિયન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં હાલમાં જ ચીનના સાન્યા શહેરમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી હરિયાણાની માનુષી છિલ્લે પણ સામેલ થઈ હતી. માનુષીને સ્પેશિયલ અચીવમેન્ટ એવોર્ડથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટે જ સન્માનીત કર્યા. માનુષીએ પણ વિરાટની ઉપલબ્ધતિઓથી ખૂબ જ પ્રભાવિત થઈ. આ અવસર પર વિરાટને એક પ્રશ્ન પૂછવાથી તે ખુદને રોકી ન શકી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -