મુંબઇઃ આજકાલ મિથન ચક્રવર્તીની આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની મુલાકાત ખુબ ચર્ચામાં છે, મિથુન ચક્રવર્તીની રાજકીય ઇનિંગની અટકળો પણ લોકો લગાવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે તેમની પુત્રવધુએ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. મિથુનની દિકરાની પત્ની મદાલસા શર્માએ ઇન્ટરનેટ પર પોતાની હૉટ તસવીરો વાયરલ કરી છે. જે ફેન્સની વચ્ચે ખુબ લાઇક્સ થઇ રહી છે.


ખરેખરમાં મદાલસા શર્માએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને હજારોની સંખ્યમાં લાઇક્સ મળી રહ્યાં છે.



કોણ છે મદાલસા શર્મા?
29 વર્ષીય મદાલસા શર્માએ ભારતીય મૉડલ અને એક્ટ્રેસ છે, અને તેને સ્ટાર એક્ટર મિથુન ચક્રવર્તીના એક્ટર દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યા છે. એટલે કે મિથુનની પુત્રવધુ છે. મદાલસાએ હિન્દી, તામિલ, તેલુગુ, પંજાબી, કન્નડ અને જર્મન ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો દમ બતાવ્યો છે.

ખાસ વાત છે કે મદાલસા શર્મા આજકાલ પોતાના ટીવી શૉ અનુપમામાં કાવ્યા ઝવેરીની ભૂમિકા નિભાવી રહી છે, જેનાથી તેની પૉપ્યૂલારિટી વધી ગઇ છે.