IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટની સીરીઝ બાદ પાંચ ટી20 અને ત્રણ વનડે મેચ રમાવાની છે. લિમિટેડ ઓવર સીરીઝનની શરૂઆત 12 માર્ચથી થશે અને તે 28 માર્ચ સુધી ચાલશે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતોના નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપી શકે છે. ટીમમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની વાપસીની શક્યતા છે.


બુમરાહને ચેન્નઈમાં બીજી ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો જે ભારતને 317 રને જીતી લીધી હતી. તે હવેની બન્ને ટેસ્ટ મેચમાં રમશે જેમાં જીતીને ભારત પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરશે.

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, “જસપ્રીતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆતથી અત્યાર સુધી 180 ઓવર ફેંકી છે અને ચાર ટેસ્ટમાં અંદાજે 150 ઓવર ફેંકી છે. ઉપરાંત મેદાન પર આટલા કલાક વિતાવ્યા છે. માટે લિમિટેડ ઓવર સીરીઝમાં તેને આરામ આપવો જરૂરી છે.”

જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયાલે સિડની ટેસ્ટમાં પેટમાં ઇજાનો સામનો કવો પડ્યો હતો. તેના કારણે બુમરાહ બ્રિસ્બેનમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં ભાગ લીધો ન હતો.

ભુવીની વાપસી નક્કી

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. જો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને જીતવા માગે છે તો જસપ્રીત બુમરાહ ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને જસપ્રીત બુમરાહનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવા માગે છે.

ભુવનેશ્વર કુમારની વાત કરીએ તો સ્ટાર ખેલાડીને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લિમિટેડ ઓવર સીરીઝમાં વાપસી લગભગ નક્કી છે. ભુવી વિતેલા વર્ષે આઈપીએલમાં રમતા ઇજાગ્રસ્ત થયો હતો અને તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ન જઈ શક્યો. ભુવનેશ્વર કુમારે હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમીને પોતાની ફિટનેસ સાબિત કરી છે.