સાઉથની આ હોટ અભિનેત્રી બનવા જઇ રહી છે મિથુન ચક્રવર્તીની વહુ, જુલાઇમાં કરશે લગ્ન
મિમોહએ 2008માં ફિલ્મ ‘જિમ્મી’ થી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે ધ મર્ડરર, હોન્ટેડ, લૂટ, રોકી જેવી ફિલ્મોમાં નજર આવ્યો હતો.
મુંબઈ: દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ (મહાઅક્ષય) ચક્રવર્તી આગામી મહિનામાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. મિમોહના લગ્ન સાઉથની અભિનેત્રી સાથે થવાના છે.
સાઉથની અભિનેત્રી મદાલસા મિથુન ચક્રવર્તીની બહુ બનાવા જઈ રહે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 7 જુલાઇએ મિમોહ અને મદાલસા ઉટીની હોટલ ધ મોનાર્કમાં એક બીજા સાથે સાત ફેરા લેશે.
મિમોહ અને મદાલસાની સગાઇ આ વર્ષે જ માર્ચમાં થઈ હતી.
મદાલસા સોશલ મીડિયા પર પણ ખૂબજ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.
મદાલસા નિર્દેશક અને નિર્માતા સુભાષ શર્માની પુત્રી છે. ઉલ્લેખનીય છે કે, મદાલસાની માતા 1988માં આવેલી બીઆર ચોપડાની મહાભારતમાં દેવકીની ભૂમિકા ભજવી ચુકી છે.
મદાલસાએ વર્ષ 2009માં તેલુગૂ ફિલ્મ ‘ફિટિંગ’થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તે સિવાય કન્નડ ફિલ્મોમાં પણ લોકપ્રિય એક્ટ્રેસ છે.