રાજ ઠાકરેની પાર્ટી પર તનુશ્રીએ સાધ્યું નિશાન, કહ્યું- મને એમએનએસે આપી છે હુમલાની ધમકી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Oct 2018 08:57 PM (IST)
1
મુંબઈઃ અભિનેત્રી તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ તનુશ્રીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) પ્રમુખ રાજ ઠાકરને પણ આડે હાથ લીધા છે.
2
તનુશ્રીએ આરોપ લગાવ્યો હતો કે, 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના એક ગીતના શૂટિંગ વખતે નાના પાટેકરે મારી સાથે ગેરવર્તણુંક કરી હતી.
3
તનુશ્રીએ કહ્યું કે, રાજ ઠાકરેની એમએનએસ પાર્ટીએ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં મને હિંસક હુમલાની ધમકી આપી છે. આ બધાની વચ્ચે મેં મુંબઈ પોલીસને સુરક્ષા આપવા કહ્યું છે. તેમણે મને 24 કલાક પોલીસ સુરક્ષા આપવાનો વાયદો કર્યો છે અને મારા ઘરની આસપાસ હથિયારધઘારી પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. મારી સુરક્ષા માટે આગળ આવવા માટે હું મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કરું છું.