મુંબઈથી ગોવા વચ્ચે શરૂ થશે ક્રૂઝ, જાણો કેવી છે સુવિધા
મનોરંજનના સાધન તરીકે ક્રૂઝમાં પૂલ અને એક વિશેષ પ્રકારનું સ્પા હશે. જે ક્રૂઝના લોઅર મોસ્ટ ડેકમાં હશે. આ ઉપરાંત બાળકો માટે ઇન્ડોર સ્પોર્ટ્સની પણ સુવિધા હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં ફેમિલી રૂમ અને સ્યૂટ પણ હશે. તમામ રૂમ અલગ-અલગ સાઇઝના હશે અને બહારથી અલગ નજારો જોવા મળશે. જેમાં વન-વે ટિકિટનો ભાવ રૂપિયા 7,000થી 11,000 વચ્ચે રાખવામાં આવ્યો છે.
ક્રૂઝના ટ્રાવેલર્સ માટે ફૂડનો વિશેષ પ્રબંધ કરવામાં આવ્યો છે. ખાવાની સુવિધા માટે બે રેસ્ટોરન્ટ અને 6 બાર હશે.
આ ક્રૂઝમાં 6 ડેક હશે. જેમાં 399 મુસાફરો સવારી કરી શકશે. ક્રૂઝમાં 8 કેટેગરીમાં 104 કેબિન છે.
જેમાં ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ અને કોંકણી ફૂડ મળશે. આ ઉપરાંત ક્રૂઝમાં ઈન્ટિરીયર પણ આકર્ષક રાખવામાં આવ્યું છે. આ ક્રૂઝને Angriya નામ આપવામાં આવ્યું છે. મરાઠા નેવીના પ્રથમ એડમિરલ kanhoji Angreના નામ પરથી આ નામ રાખવામાં આવ્યું છે.
મુંબઈઃ ક્રૂઝની મુસાફરી કરવાનો આનંદ લેવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર છે. મુંબઈથી ગોઆ વચ્ચે 12 ઓક્ટોબરથી ક્રૂઝ શરૂ થશે. મુંબઈના પર્પલ ગેટના ઈન્દિરા ડોકથી સાંજે 5 કલાકે ક્રૂઝ ઉપડશે અને બીજા દિવસે સવારે 9 કલાકે સાઉથ ગોઓના મોરમુગાઓ પહોંચશે. આ સફર દરમિયાન સનસેટ અને સનરાઇઝનો અદભૂત નજારો જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -