મુંબઈઃ એક્ટ્રેસ ગેહના વશિષ્ઠના સેક્સ રેકેટ કેસમાં સાગરિકા શોના નામની મોડલે હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે ગંભીર આક્ષેપ કર્યો છે. સાગરિકાનો દાવો છે કે રાજ કુંદ્રાની કંપની તરફથી તેને વેબ સિરીઝની ઑફર કરવામાં આવી હતી અને ન્યૂડ ઓડિશન માગવામાં આવ્યું હતું.


કુંદ્રા વતી તેના આસિસ્ટન્ટ ઉમેશ કામતે વીડિયો કૉલ પર ઓડિશન આપવાનું કહ્યું હતું. વીડિયો કૉલ દરમિયાન ત્રણ લોકો હાજર હતા અને તેમાંથ એક વ્યક્તિએ પોતાનો ચહેરો છૂપાવીને રાખ્યો હતો. ઉમેશે વીડિયો કૉલ પર સાગરિકાને સંપૂર્ણ નગ્ન થઈને ન્યુડ ઓડિશન આપવા કહ્યું હતું પણ સાગરિકાએ ન્યૂડ ઓડિશન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ દરમિયાન ઉમેશ કામતે તેને નગ્ન થવા માટે અનેક ઑફર આપી હતી પણ પોતે સ્પષ્ટ ના પાડી દીધી હોવાનો સાગરિકાનો દાવો છે.


સાગરિકા શોના સુમને પત્રકાર પરિષદમાં કહ્યું કે, લૉકડાઉન દરમિયાન મારી પાસે ઉમેશ કામતનો કનેક્ટેડ કૉલ આવ્યો હતો. ઉમેશ કામતે મને એવું કહ્યું હતું કે તે રાજ કુંદ્રાની કંપની માટે એક વેબ સિરીઝ બનાવે છે. ઉમેશ કામતે એમ પણ કહ્યું હતું કે, અમારી સાથે કામ કરવાથી મને બહુ મોટો ફાયદો મળશે. આ વેબ સિરીઝ લવ સ્ટોરી પર આધારિત હોવાનું કહેવામાં આવ્યું હતું.

ઉમેશ કામતે 20 ઓગસ્ટ, 2020ના રોજ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને બોલાવી હતી. લૉકડાઉનને કારણે ઉમેશ કામતે વીડિયો કૉલ પર ઓડિશન આપવાનું કહ્યું હતું. વીડિયો કૉલ દરમિયાન ત્રણ લોકો હાજર હતા અને તેમાંથી એક વ્યક્તિએ પોતાનો ચહેરો છૂપાવી રાખ્યો હતો.