હોલસેલ વેપારીઓનો દાવો છે કે બજારમાં મરચાના ભાવમાં માત્ર 10 ટકાનો ઉછાળો આવ્યો છે. પરંતુ છૂટક વેપારીઓ લૂંટ ચલાવતા ભાવ વધારો નોંધાયો છે.
હાલ મરચાંની સીઝન શરૂ થઈ ચૂકી છે. માર્કેટિંગ યાર્ડો મરચાંથી ઊભરાઈ રહ્યાં છે, જેને પગલે ગૃહિણીઓએ પણ મરચું ભરવાની શરૂઆત કરી દીધી છે.
આ વર્ષે લાલ મરચાંના પાઉડરના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.100થી રૂ.200 સુધીનો ભાવવધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. અમદાવાદની વાત કરીએ તો મરચાંના ભાવમાં રૂ.70થી રૂ. 80નો વધારો થયો છે.