ફ્લૉરિડાઃ આજકાલ ફેશન અને પ્રસિદ્ધિ મેળવા માટે લોકોમાં અવનવા અખતરા કરીને સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થવાનો ક્રેઝ ખુબ જ જોવા મળી રહ્યો છે. હવે આવી પ્રસિદ્ધિ માટે એક મૉડલે કરાવેલુ ફોટોશૂટ ખુબ ચર્ચામાં આવ્યુ છે. અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 20 વર્ષની ફિટનેસ મૉડલ જેને રિવેરાએ પોતાના પિતાની ડેડબોડીની સામે ફોટોશૂટ કરાવ્યુ છે, એટલુ જ નહીં તેને આ તસવીરોને તેને ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. 


સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી આ તસવીરોમાં જોઇ શકાય છે કે, જેને રિવેરા પ્રસિદ્ધિ મેળવવા પોતાના પિતાની ડેડબૉડી સામે ઉભેલી છે. જોકે, આ તસવીરો વાયરલ થયા બાદ લોકો રિવેરા પર ભડક્યા હતા, અને તેને આડેહાથે લીધી, કેટલાક લોકોએ તેને ગંદી કૉમેન્ટો કરી રહ્યાં છે. કંટાળેલી જેને રિવેરાએ બાદમાં પોતાનુ એકાઉન્ટ જ રિમૂવ કરી દીધું હતુ. 


જેને રિવેરાને લોકો એટલી હદે ટ્રૉલ કરી દીધી કે તેની તસવીરોની સાથે સાથે તેની કૉમેન્ટ્સના સ્ક્રીનશૉટ પણ વાયરલ થઇ રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- આ ઈન્સ્ટાગ્રામ મોડલના પિતાનું નિધન થઈ ગયું છે અને તેઓએ ખુલ્લા તાબૂતની સાથે એક ફોટો શૂટ કરાવ્યું છે. એક ટ્વિટર યૂઝરે લખ્યું- શું મેં એક સંકીર્ણતાવાદી અને પ્રદર્શનકારી સંસ્કૃતિની સમસ્યાનો ઉલ્લેખ કર્યો છે. એક અન્ય યૂઝરે લખ્યું- એવું લાગે છે કે લોકોએ તમામ પ્રકારની શાલીનતા ગુમાવી દીધી છે. એક યૂઝરે તેને પહેરેલા ડ્રેસ પર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું તમે આ અંતિમ સંસ્કારમાં કેમ પહેરશો?




અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 20 વર્ષની ફિટનેસ મૉડલ જેને રિવેરાએ પોતાના પિતાની ડેડબોડીની સામે ફોટોશૂટ કરાવ્યુ છે, એટલુ જ નહીં આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.