ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નિ હસીન જહાં ચમકશે ફિલ્મમાં. જાણો કોણ છે ડિરેક્ટર ?
મુંબઈ: ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નિ હસીન જહાં ફિલ્મોમાં જોવા મળશે. હસીન જહાંને એક બોલીવુડ ફિલ્મ મળી છે અને આ ફિલ્મનું નામ ફતવા છે. આ ફિલ્મ અમજદ ખાનના નિર્દેશનમાં બની રહી છે. હસીન જહાં આ ફિલ્મમાં એક પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. હસીન જહાંએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતની જાણકારી આપી હતી.
અમજદ ખાને કહ્યું, હું તેને ઘણા લાંબા સમયથી જાણતો હતો તે ખૂબ જ મજબૂત મહિલા હોવાથી હસીન જહાં મારી પ્રથમ પસંદગી હતી.
ફિલ્મના ડાયરેક્ટર અમજદ ખાને જણાવ્યું હતું કે આ ભૂમિકા માટે હસીન જહાંને પસંદ કરવાનું જહાં-શામી વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. મારી ફિલ્મ એ તોફાન પર આધારિત છે. ફિલ્મમાં બે મુખ્ય પાત્રો છે - તેમાંની એક હિન્દુ અને અન્ય મુસ્લિમ અને જહાં એક રિપોર્ટરની ભૂમિકા ભજવશે.
મોડેલિંગ પર પાછા ફરવાના નિર્ણય વિશે વાત કરતા જહાંએ જણાવ્યું હતું કે જીવનને ટકાવી રાખવા માટે તેને મોડેલિંગમાં પાછા ફરવું પડશે. મારા અને બાળકો માટે પૈસા કમાવવા માટે કંઈક કરવું પડે તેમ હતું મારી પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. મને ફિલ્મ માટે ડિરેક્ટર અમજદ ખાન દ્વારા સંપર્ક કરાયો હતો, જેમાં હું સહમત થઈ હતી. મને કાનૂની લડાઈ માટે પણ પૈસાની જરૂર છે.
હસીન જહાંએ કહ્યું જો બધું જ પ્લાન મૂજબ ચાલશે તો આ ફિલ્મું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવશે.