IND VS ENG: સીરીઝ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ રોહિત શર્મા નહીં પણ આ ખેલાડીના કર્યા ભરપૂર વખાણ
વિરાટ કોહલી અનુસાર બોલર્સને સપાટ પિચને કારણે મુશ્કેલી પડી હતી. 20 ઓવરમાં ઈંગ્લેન્ડ 200 નજીક પહોંચ્યુ અને ભારતીય ટીમે 8 બોલ બાકી હતાને વિજય મેળવી લીધો. ત્રીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 198 રન બનાવી 199 રનનો ટારગેટ આપ્યો હતો. ભારતે આ ટારગેટ 18.4 ઓવરમાં જ 7 વિકેટે જીત મેળવી સીરીઝ પર કબઝો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીએ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે તે ખુબ સારો ઓલરાઉન્ડર છે. તેણે બોલિંગ અને બેટિંગ બને પર વિશ્વાસ છે. ફોર-સિક્સ લાગ્યા બાદ તેને જે રીતે 4 વિકેટ લીધી તે ખુબ જ વખાણવા લાયક છે.
કોહલીએ કહ્યું કે, અમારા બોલરોએ કમબેક કર્યું છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડ 225-230 રન બનાવશે પરંતુ ખેલાડીઓના શાનદાર પરફોર્મન્સને કારણે વિજય મળ્યો હતો. અમે છેલ્લી 10 ઓવરમાં બેટ્સમેન પર દબાણ રાખ્યું.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં જીતનો શ્રેય બોલરને આપતા કહ્યું કે, બોલરોએ શાનદાર વાપસી કરતાં દબાણ બનાવ્યું જેનાથી ટીમને અંતે ફાયદો મળ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -