મોહસિને કહ્યું કે, 'લગ્ન બાદથી જ ફાતિમાને મારાથી સમસ્યાઓ રહેવા લાગી હતી. અમે આ નિર્ણય પર પહોંચી ગયા હતાં કે અમે એકબીજાથી અલગ થઇ જઇશું. હું ફાતિમાને છુટાછેડા આપવા માટે કાગળો પણ તૈયાર કરાવી રહ્યો હતો. ત્યારે જ તે ગર્ભવતી થઇ ગઇ. જે બાદ મે તે સમયે તેને છુટાછેડા આપવાનું યોગ્ય ન સમજ્યું બાળક થયા બાદ જેટલી વખત મે તેને છુટાછેડા આપવાનું વિચાર્યું મારી સામે બાળકનો ચહેરો આવવા લાગ્યો.'
એક્ટરનાં કહેવા મજુબ, 'બાળક થયા બાદ મે છુટા થવાનો વિચાર માંડી વાળ્યો હતો. એક વખત એવી પણ રાહ જોઇ કે બધુ જ નોર્મલ થઇ જશે. હું કુરાન પર હાથ રાખીને કહું છું કે, મે તેની સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કર્યો પણ અમે તેમાં સફળ ન રહ્યાં. બાદમાં મે તેનાંથી અલગ થઇને આપણાં મજહબ અને કાયદા પ્રમાણે બીજા લગ્નનું મન બનાવી લીધું.'
મોહસિન અબ્બાસ હૈદરનાં કહેવા મુજબ, 'હવે ફાતિમા મારા વિરુદ્ધ ષડયંત્ર અને યોજનાબદ્ધ રીતે આરોપો લગાવી રહી છે. તેણે નક્કી કરી લીધુ છે કે, ન તો મારાથી અલગ થશે ન તો મારી સાથે રહેશે. આ તમામ આરોપો તેણે મને ફસાવવા અને ઉલઝાવવા લગાવ્યા છે.'
જોકે એક્ટરની પ્રેસ કોન્ફરન્સ બાદ ફાતિમાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેણે પણ હાથમાં કુરાન રાખીને પોતાની આપવીતી સંભળાવી હતી. ફાતિમા અનુસાર, મોહસિનનું અન્ય યુવતી સાથે લફરું ચાલી રહ્યું છે. તેણે લગ્નેત્તર સંબંધ રાખ્યા છે. જે નાજિશ જહાંગીરને તે પોતાની ફ્રેન્ડ ગણાવે છે તે તેની ગર્લફ્રેન્ડ છે. તેની સાથે મોહસિનનું અફેર છે. એટલું જ નહીં પોતાની ગર્લફ્રેન્ડને સંભળાવવા માટે મને ફોન પર હંમેશા કાળો આપતો હતો. ઉપરાંત શારીરિક અને માનસિક ટોર્ચર પણ કરતો હતો.