નવી દિલ્હીઃ ટીવી અને ફિલ્મોની હીરોઇનો આજકાલ પોતાની તસવીરો ફેન્સની સાથે વધુ શેર કરી રહી છે. ભોજપુરી સિનેમાની ગ્લેમરસ અભિનેત્રીઓમાં સામેલ નેહા મલિકે પણ હમણાં કેટલીક પોતાની ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, ખરેખરમા એક્ટ્રેસ હાલ માલદિવમાં વેકેશન એન્જૉય કરી રહી છે અને ત્યાંથી ફેન્સ સાથે તેને કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે. જુઓ.......


નેહા મલિકનો સુપર બૉલ્ડ લૂક વાયરલ - 
એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ સુપર બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે, એક્ટ્રેસે મોનોકિની પહેરેલી છે, માલદિવના દરિયામાં મસ્તી કરતી દેખાઇ રહી છે. મોનોકિની પર એક્ટ્રેસે બ્લેક ચશ્મા લગાવ્યા છે અને અકદમ ટશનમાં છે. ખાસ વાત છે કે અહીંથી એક્ટ્રેસે જેટલી તસવીરો શેર કરી છે તેમાં તે ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરી રહી છે. નેહા મલિક પોતાના માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નેહા બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.






નેહા મલિકની તસવીરોને ફેન્સ જોરદાર લાઈક અને શેર કરી રહ્યાં છે, કોમેન્ટ સેક્શનમાં ફેન્સ તેના ખૂબ વખાણ પણ કરે છે. નેહા મલિકે કેમેરાની સામે એવા બોલ્ડ પોઝ આપ્યા છે જેમાં તેનો કિલર લુક્સ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.