ફિલ્મમાં મૌની રોય વિલનની ભૂમિકામાં છે. તેણે ખુલાસો કરતાં કહ્યું કે, એક વિલેનના કિરદારમાં ઢળવા માટે તમારે તમારા દુશ્મન પ્રત્યે નફરત અને બદલાની ભાવના પેદા કરવી પડે છે. પરંતુ ફિલ્મમાં મારા વિરુદ્ધમાં અમિતાભ બચ્ચન હતા. હવે હું એને નાનપણથી જોતી આવી છું અને મારા આદર્શ માનું છું. એને જોઈને ખુદ મારો પરસેવો છુટી જાય તો પછી એની પ્રત્યે મારે કઈ રીતે દુશ્મની ઉભી કરવી. ખુબ ડર લાગતો અને આ કિરદાર મારા માટે ખુબ મુશ્કેલ હતો. મૌનીએ કહ્યું આ ફિલ્મમાં તમને મારો એક અલગ જ લૂક જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે મૌની હવે મેડ ઈન ચાઈનામાં પણ રાજકુમાર રાવની સાથે જોવા મળવાની છે. એક ગીત પણ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ગીતમાં મૌની રોય સાથે રાજકુમાર પણ જબરજસ્ત ડાન્સ કરતો દેખાય છે. આ ગીતમાં નેહા કક્કડ અને દર્શ રાવલનો અવાજ છે.