ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારત પર અપ્રત્યક્ષ રીતે હુમલો કરતા કાશ્મીરમાં લોહીયાળ જંગની ધમકી આપી હતી. ઇમરાન ખાને વૈશ્વિક મંચ પર કહ્યું કે, એકવાર ફરી પુલવામા જેવો હુમલો થશે. ખાને કહ્યું કે, ભારતે કાશ્મીરમાંથી કરફ્યૂ હટાવી દેવો જોઇએ.


આ સાથે ખાને કહ્યું કે, ભારતે કાશ્મીરમા યુએના પ્રસ્તાવ વિરુદ્ધ કામ કર્યું છે. કાશ્મીર પર વિચાર્યા વિના નિર્ણય લીધો છે. કાશ્મીરમાં કરફ્યૂ હટતા જ લોહીયાળ જંગ થશે. ઇમરાને કહ્યું કે, પુલવામા હુમલા માટે ભારતે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. ભારે હુમલાના પુરાવા આપવાના બદલે અમારા પર બોમ્બ વરસાવ્યા. ભારતે 350 આતંકવાદીઓ મારવાનો દાવો કર્યો જે પુરી રીતે ખોટો છે. અમે ભારતનો પાયલટ પાછો આપી દીધો પરંતુ તેમણે તેને  નબળાઇના રૂપમાં લીધું છે.


ઇમરાને પોતાના સંબોધનમાં કહ્યું કે, અમેરિકામાં 9/11 હુમલા અગાઉ દુનિયામાં સૌથી વધુ સુસાઇડ હુમલાઓ તમિલ ટાઇગર્સે કર્યા હતા પરંતુ આ માટે કોઇ હિંદુ ધર્મને જવાબદાર માનતું નથી. અમે સત્તામાં આવતાની સાથે દેશની શાંતિ માટે કામ કર્યું છે. મુઝાહિદ્દીન અમેરિકાની મદદથી તૈયાર થયા. અમે આતંકવાદનો ખાત્મા માટે પગલા ભર્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં તમામ નેતાઓને પોતાની વાત રાખવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીએ તેનું પાલન કર્યુ હતું. જ્યારે ઇમરાન ખાન લગભગ 50 મિનિટ સુધી ભાષણ આપ્યુ હતું.