Youtube N0 1 Channel MrBeast: 26 વર્ષના છોકરાએ YouTubeની દુનિયામાં ઈતિહાસ રચી દીધો છે. આ છોકરાએ યુટ્યુબ પર ફોલોઅર્સ અથવા સબસ્ક્રાઇબર્સની બાબતમાં ભારતીય મ્યુઝિક કંપનીને માત આપી છે. પહેલા ટી-સિરીઝના યુટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ હતા પરંતુ હવે આ તાજ MrBeast પાસે ગયો છે.
2005 માં શરૂ થયેલ YouTube, સમગ્ર વિશ્વમાં દર્શકોનું મનોરંજન કરે છે. આ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના વીડિયો જોઈ શકાય છે. લોકો આમાંથી લાખો-કરોડોની કમાણી પણ કરે છે. વીડિયોની સાથે હવે લોકો શોર્ટ્સ કે શોર્ટ વીડિયોની પણ મજા લે છે. જો કે, MrBeast હવે સબ્સ્ક્રાઇબર્સની બાબતમાં આગળ વધી ગયો છે.
MrBeast YouTube પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે.
MrBeast એક YouTube ચેનલ છે. તેને ચલાવનાર માત્ર એક 26 વર્ષનો છોકરો છે, જેનું નામ જીમી ડોનાલ્ડસન છે. યુટ્યુબ પર નંબર 1 બન્યા બાદ ડોનાલ્ડસન ખૂબ જ ખુશ છે. તેણે પોતે પોતાના એક્સ એકાઉન્ટ પરથી આ ખુશખબર શેર કરી છે.
પોસ્ટમાં, તેણે T-Series અને MrBeast બંનેના YouTube સબ્સ્ક્રાઇબર્સની સરખામણી કરી છે, જેમાં તમે જોઈ શકો છો કે MrBeast પાસે હવે T-Series કરતાં વધુ ફોલોઅર્સ છે. ડોનાલ્ડસને X પર લખ્યું, "6 વર્ષ પછી અમે આખરે પ્યૂડીપાઈ નો બદલો લીધો છે."
પ્યૂડીપાઈ શું છે?
ચાલો આપણે 'પ્યૂડીપાઈ' વિશે પણ જાણીએ જેનો જીમી ડોનાલ્ડસને તેની એક્સ-પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. પ્યૂડીપાઈ એક YouTube ચેનલ પણ છે. હાલમાં YouTube પર તેના 111 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. T-Series પ્યૂડીપાઈ ને હરાવીને નંબર 1 બની હતી. જ્યારે હવે MrBeast આ પદ પર છે.
MrBeastના YouTube પર 267 મિલિયન સબ્સ્ક્રાઇબર થયા
જીમી ડોનાલ્ડસન દ્વારા સંચાલિત યુટ્યુબ ચેનલ MrBeast નંબર 1 બની ગઈ છે. MrBeast પાસે હવે YouTube પર 267 મિલિયન એટલે કે 26 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. MrBeast ચેનલ પર અત્યાર સુધીમાં કુલ 798 વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.
T-Series પાસે 266 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે
તો બીજી તરફ T-Seriesના 266 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. ભલે T-Series હવે નંબર 1 YouTube ચેનલ નથી, T-Series હજુ પણ બીજા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે T-Series ભારતની સૌથી લોકપ્રિય મ્યુઝિક વીડિયો કંપની છે. તેના પર અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે.