Sunstroke Protection:  આ દિવસોમાં સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દેશના ઘણા શહેરોમાં તાપમાન 50 ડિગ્રીને પાર થયું છે, જ્યારે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 થી 50 ડિગ્રીની ઉપર જ રહ્યો છે. અતિશય ગરમીના કારણે સનસ્ટ્રોકની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ગરમીમાં બહાર નિકળતા પહેલા શરીરની કાળજી રાખવી ખૂબ જ જરુરી બની જાય છે. 


તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ લૂ સાથે સીધા સંપર્કમાં આવશો નહીં. આ શરીર અને સ્વાસ્થ્યને અસર કરે છે. આ દિવસોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે. સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોકને કારણે બીમાર પડી શકે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર,  હીટસ્ટ્રોકથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. ભલે તમને તરસ ન લાગે. જો કે, તીવ્ર સૂર્યપ્રકાશમાંથી સીધા કરે આવ્યા પછી પાણી ન પીવું જોઈએ. થોડીવાર રોકાઈને પાણી પી શકો છો. 


સખત સૂર્યપ્રકાશમાં ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો જરૂરી હોય તો, ઠંડા પીણાં પીવો, જેમાં ફળોનો રસ, નારિયેળ પાણીનો સમાવેશ થાય છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમારે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું પણ ટાળવું જોઈએ. ટુ-વ્હીલર ચલાવતી વખતે તમે તમારા ચહેરાને સુતરાઉ કાપડથી ઢાંકો અથવા હેલ્મેટ પહેરો તે મહત્વનું છે. 


કાર ચલાવતી વખતે બારીના કાચ પણ બંધ રાખવા જોઈએ. આ સાવચેતીઓ લેવાથી, ગરમ પવનોના સંપર્કને ટાળી શકાય છે. ધોમધખતા તાપમાં બહાર નીકળતા પહેલા શરીરને બને એટલું ઢાંકો. સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા બળી શકે છે. 


સ્વસ્થ અને સંતુલિત આહાર લો 


ઉનાળામાં વૃદ્ધો અને બાળકોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તેનાથી બચવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. ઘણી વખત લોકો એક દિવસમાં એટલું પાણી પી શકતા નથી. પરંતુ શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે. આ સિવાય વૃદ્ધ લોકોએ આવા ફળોનું સેવન કરવું જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય. તમે તરબૂચ અને દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરી શકો છો. આ સિવાય વૃદ્ધ લોકોએ તેમના આહારમાં લીલા શાકભાજી, સ્વસ્થ અને સંતુલિત આહાર લેવો જોઈએ.