પત્ની સાક્ષી સાથે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ કર્યો શાનદાર ડાન્સ, બતાવ્યા આકર્ષક ડાન્સ મૂવ્સ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Feb 2021 03:42 PM (IST)
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને તેની પત્ની સાક્ષી સિંહ ધોનીનો ડાન્સિંગ વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં, કપલ તેમની આકર્ષક ડાન્સિંગ મૂવ્સ બતાવી રહ્યું છે.
ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને તેની સુંદર પત્ની સાક્ષી સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ સુંદર કપલ ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. સાક્ષી અને ધોનીની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આમાં તે પોતાની શ્રેષ્ઠ ડાન્સિંગ મૂવ્સ બતાવી રહી છે. આ વીડિયો પેપરાજી મંગલાનીએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સાક્ષી અને ધોની બોલિવૂડના સોન્ગ પર ધમાકેદાર ડાન્સ પર્ફોમ કરી રહ્યા છે. બંને ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આ વીડિયો કોઇ મેરેજ પાર્ટીનો છે. થોડા કલાકોમાં જ વીડિયોને હજારોની સંખ્યામાં વ્યૂ મળ્યાં છે. સાક્ષી સિંહ ધોનીએ બ્રાઇટ પિન્ક ડ્રેસ કેરી કર્યો છે. જેની સાથે નેકપીસ ટીમ અપ કરી છે. તેના ખુલ્લા હેર લહેરાતા દેખાય છે. જ્યારે એમએસ ધોની તેનો હાથ પકડીને તેની પાછળ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ધોનીએ સફેદ શર્ટ અને ટાઇ ટીમ કરી છે. ફેન્સ કપલ પર પ્રશંસા કરીને પ્રેમ વરસાવી રહ્યાં