ક્રિસ વોક્સ ઇસીબીની રોટેશન પોલિસી હેઠળ એક પણ મેચ રમ્યા વિના ભારતના ટેસ્ટ પ્રવાસેથી પરત ફર્યો છે. વોક્સ દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારતના પ્રવાસમાં ટેસ્ટ ટીમનો હિસ્સો હતો, પરંતુ તેને એક પણ મેચમાં મેદાનમાં ઉતાર્યો ન હતો. તેણે અંતિમ વન ડે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે વોક્સ સ્વદેશ પરત ફરવાની પુષ્ટિ કરી છે.
ભારત સામે કારી હાર બાદ કેવિન પીટરસન અને ઈયાન બેલ સહિત અનેક પૂર્વ ખેલાડીએ ઈંગ્લેન્ડની ટીમની રોટેશન પોલિસીની ટિકા કરી છે. જે અંતર્ગત બટલર અને મોઇન અલી પ્રથમ બે ટેસ્ટ બાદ પરત ફર્યા હતા. જોની બેયરસ્ટો અને માર્ક વુડ પ્રથમ બે ટેસ્ટ રમી શકયા નહોતા.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત મેચ જીતે કે ડ્રો કરશે તો પણ આઈસીસી વર્લ્ડ ચેમ્પિનશીપની ફાઈનલમાં પહોંચી જશે.
ભારતના પ્રથમ રમકડા મેળાનું પીએમ મોદીએ કર્યુ ઉદ્ઘાટન, કહી આ મોટી વાત
Magh Purnima 2021: આજે છે આ વિશેષ પર્વ, સુખ શાંતિ માટે નદીમાં સ્નાન કરવાથી ધોવાઇ જાય છે તમામ પાપ
1 માર્ચથી દૂધના ભાવ ડબલ થઈ જશે ? જાણો ટ્વીટર પર શું થઈ રહ્યું છે ટ્રેન્ડ