આકાશ અંબાણી અને શ્લોકાની પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ, જોવા મળ્યો બોલિવૂડ દિગ્ગજોનો જમાવડો
સચિન તેંદુલકર પણ પત્ની અંજલી સાથે પહોંચ્યા હતા. તેમણે બંનેએ રેડ કલરનું મેચિંગ કર્યું હતું.
ફિલ્મ સંજૂના નિર્માતા વિધૂ વિનોદ ચોપડાએ સફેદ રંગનો કુર્તો પહેરીર્યો હતો.
અંબાણી પરિવારના કાર્યક્રમમાં મોટાભાગની બોલિવૂડ સેલિબ્રિટી ઉપરાંત ક્રિકેટરો અને રાજકિય સેલિબ્રિટી પણ જોવા મળે છે.
ફિલ્મમેકર કરણ જોહર ડાર્ક રેડ કલરનો કોટ પહેરીને પાર્ટીમાં પહોંચ્યો હતો.
સંજય દત્તની બાયોપિક ફિલ્મ ‘સંજૂ’માં લીડ રોલ પ્લે કરી રહેલા રણબીર કપૂર પણ પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને આ પાર્ટીમાં પહોંચ્યો હતો.
આકાશના નાનો ભાઈ અનંત અંબાણીએ બેબી પિંક કલરનો નેહરૂ કુર્તા પહેર્યો હતો.
આલિયા ભટ્ટ પિંક કલરની સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી.
દેશી ગર્લ પ્રિયંકા ચોપડા રેડ કલરની સાડીમાં તેના બોયફ્રેન્ડ નિક સાથે આ પાર્ટીમાં આવી પહોંચી હતી.
પ્રી એંગેજમેન્ટ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર અને શાહરૂખ ખાન જેવા અનેક મોટા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા છે.
મુંબઇ : દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ગુરુવારે તેમના પુત્ર આકાશ અંબાણી અને ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાની રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી, જેમાં શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી, આલિયા ભટ્ટ, સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલી, રણબીર કપૂર અને ફિલ્મ દિગ્દર્શક અયાન મુખરજી, પ્રિયંકા ચોપરા અને તેના બોયફ્રેન્ડ નિક જોનસ તથા કરણ જોહર સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સેરેમની દરમિયાન આકાશ અંબાણીની બહેન ઈશાએ તેના ભાઈ-ભાભીની આરતી ઉતારી હતી અને આરતી બાદ શ્લોકા તેના નણંદ ઈશાને પગે લાગી હતી.