બોલીવુડના સ્ટાર એક્ટરના બંગલાની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસતો યુવક પકડાયો, જાણો વિગત
2016માં અમિતાભ બચ્ચનના બંગલામાં આ રીતે જ ઘૂસતા એક યુવકને જૂહુ પોલીસે પકડ્યો હતો.
મુંબઈઃ બોલીવુડના જાણીતા એક્ટરના બંગલાની દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતાં એક યુવકની જૂહુ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હરિયાણાનો 20 વર્ષીય યુવક અંકિત ગોસ્વામી બોલીવુડ સ્ટાર અક્ષય કુમારને મળવા માંગતો હતો અને આ માટે મુંબઈ આવ્યો હતો.
અક્ષય કુમારના ફેન અંકિત ગોસ્વામીએ ગૂગલ પરથી એકટરનું સરનામું શોધ્યું હતું. સોમવારની મોડી રાતે 1.30 કલાકે જ્યારે તે બંગલાની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસવાની કોશિશ કરતો હતો ત્યારે સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો હતો. જે બાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું કે, અમે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું કે, ‘હું આ બોલીવુડ સ્ટારનો ફેન છું અને બોલીવુડમાં કામ કરવા માંગુ છું. મારા પિતાએ વાંધો ઉઠાવ્યા બાદ રૂપિયા 5000 લઈને મેં રવિવારે ઘર છોડી દીધું હતું. ’ યુવક પર ગેરકાયદેસર ઘરમાં ઘૂસવાનો મામલો નોંધવામાં આવ્યો છે.