હાર્દિકની ચૂંટણી લડવાની જાહેરાત મુદ્દે વધુ એક પાટીદાર આગેવાને ઉઠાવ્યો વાંધો, શું આપી પ્રતિક્રિયા? જાણો
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી દિનેશ બાંભણીયાએ આની સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પછી સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના લાલજી પટેલે પણ હાર્દિકના નિર્ણય મુદ્દે નિવેદન આપ્યું છે.
જો હાર્દિકને ચૂંટણી લડવી હોઈ તો તે તેનો પોતાનો પ્રશ્ન છે, પરતું સમાજના વિરોધનો સામનો કરવો પડશે. જ્યાં સુધી સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી ચુંટણી ન લડવી જોઇએ. સમાજ સામે હાર્દિકે વચન આપ્યું છે કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી રાજકારણમાં નહીં જાઉં.
હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત મુદ્દે લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે, પહેલા પાટીદારના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે પછી ચુંટણી લડે નહીં તો સમાજનો રોષ વેઠવો પડશે. લાલજી પટેલે કહ્યું હતું કે, હાર્દિકને હાલ ચૂંટણી ન લડવી જોઈએ. કારણ કે હજુ અનામતનો મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે અને સમાજને ન્યાય મળ્યો નથી.