મુંબઈઃ ફિલ્મ મૈને પ્યાર કિયાથી જાણીતી થયેલી બોલીવુડ અભિનેત્રી ભાગ્યશ્રીના પતિના હિમાલય દસાનીની જોગેશ્વરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અંબોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે, અભિનેતામાંથી ફિલ્મ નિર્માતા બનેલા હિમાલય દસાનીની મંગળવારે તેના ઘરેથી ધરપકડ કરાઈ હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જામીન મળ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું, અંબોલી પોલીસે તાજેતરમાં જ સટ્ટાબાજી સાથે સંકળાયેલી એક ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. જેમાં દસાનીની ભૂમિકા સામે આવી હતી. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછમાં દસાનીનું નામ સામે આવ્યું હતુ. હિમાલય દસાનીએ 1992માં ફિલ્મ પાયલથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. હાલ તે નિર્માતા અને કારોબારી છે. તેણે ભાગ્યશ્રી સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે. તાજેતરમાં જ ભાગ્યશ્રી અને હિમાલય દસાનીના પુત્ર અભિમન્યુ દસાનીએ ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતાથી બોલીવુડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં નજરે પડ્યો હતો, પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નહોતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે ખૂબ બોલ્ડ, જુઓ તસવીરો વર્લ્ડકપમાં રમતો ટીમ ઈન્ડિયાનો કયો ખેલાડી સંજય માંજરેકર પર ભડક્યો, જાણો વિગત ગૃહમંત્રી અમિત શાહે ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું, જુઓ વીડિયો