ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 306 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને હાંસલ કરતી વખતે કિવી ટીમ 45 ઓવરમાં 186 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ઈંગ્લેન્ડનો 119 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે સેમિ ફાઇનલની ચોથી ટીમને લઇ સસ્પેન્સ સર્જાયું છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે 57 રન બનાવ્યા હતા. આ સિવાયના કોઈ બેટ્સમેનો અંગ્રેજ બોલરોનો સામનો કરી શક્યા હતા. કેન વિલિયમસન (27 રન) અને રોસ ટેલર (28 રન) રન આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 305 રન બનાવ્યા હતા. જેસન રોય અને જોની બેયરસ્ટોની જોડીએ પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટોએ સતત બીજી મેચમાં સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા. જેસન રોયે 60 રન, કેપ્ટન મોર્ગને 42 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટ, મેટ હેનરી અને જેમ્સ નિશામે 2-2 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં પાંચમી વખત 300 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો. આ પહેલા તે સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તા, બાંગ્લાદેશ અને ભારત સામે 300થી વધુ રન બનાવી ચુક્યુ છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપમાં ક્યારેય 300થી વધુનો સ્કોર કરી શક્યું નથી.
રાયડુની નિવૃત્તિ પર ભડક્યો આ ક્રિકેટર, કહ્યું- પાંચ સિલેક્ટર્સે થઈને પણ તેની કરિયર જેટલા રન બનાવ્યા નથી