પોલીસે રેડમાં એક પ્રોડક્શન મેનેજર અને કાસ્ટિંગ ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આ બન્ને પર બે વિદેશી વિદ્યાર્થીઓ સહિત ત્રણ મહિલાઓને દેહ વેપારમાં ધરેલવાનો આરોપ છે. પોલીસની સામાજિક સેવા શાખાની એક મહિનામાં આ ચોથી રેડ છે.
પોલીસે ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે, તેમાંથી બે મહિલાઓ મૂળ તુર્કેમિનિસ્તાનની રહેવાસી છે અને મુંબઈમાં રહીને ફિલ્મોમાં નાના-મોટા રોલ કરતી હતી. જો કે, મુંબઈ પોલીસને બાતમી મળી હતી કે, શહેરના ઈંપીરિયલ હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે, જેમાં વિદેશી છોકરીઓ પણ છે. પોલીસે જ્યારે હોટલમાં રેડ કરી તો ત્યાંથી ત્રણ યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બે વિદેશી અને એક મુંબઈની મહિલાનો સમાવેશ થતો હતો. પોલીસે ત્રણેય મહિલાઓના 2 એજન્ટોની પણ ધરપકડ કરી છે.
બે વિદેશી મહિલાઓ ફિલ્મોમાં કામ ઉપરાંત પુણેની એક કોલેજમાંતી એમબીએનો અભ્યાસ પણ કરી રહી હતી. પોલીસે તેમની સાથે તેમના એજન્ટ જાવેદ અને નાવેદની પણ ધરપકડ કરી છે. જેઓ તેમના માટે ગ્રાહકો લાવવાનું કામ કરતા હતા. પોલીસે અટકાયત કરેલી વિદેશી મહિલાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ફિલ્મોમાં કામ અપાવવાની અને એક રાતના લાખો રૂપિયા કમાવવાની લાલચ આપીને તેમની સાથે દેહવેપારનો ધંધો કરાવવામાં આવતો હતો.