મુંબઈ: બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ સાથે બળાત્કાર અને ધમકી મામલે એક્ટર અને પ્રોડ્યૂસર આદિત્ય પંચોલી સામે મુંબઈની વર્સોવા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આદિત્ય પંચોલીએ કહ્યું, આ સમગ્ર મામલો ખોટો છે. એક ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવી રહ્યો છે અને તેના મારી પાસે પૂરાવા છે.


ઉલ્લેખનીય છે કે કેટલીક ટીવી ચેનલ્સ પર ફરિયાદકર્તા હિરોઈને આદિત્ય પંચોલી સાથે તેના સંબંધોની વાત કરતા પોતાની સાથે થયેલી મારપીટ અને અન્ય આરોપો લગાવ્યા હતા. બાદમાં આદિત્ય પંચોલીએ આ મામલે હિરોઈન સામે માનહાનિનો કેસ મુંબઈની મેટ્રોપોલિયન કોર્ટમાં દાખલ કર્યો હતો. હાલમાં જ આ મામલે પીડિત હિરોઈનને 26 જૂલાઈના દિવસે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેવા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.