મુંબઈઃ નકલી ફોલોઅર્સ મામલે મુંબઈ પોલીસનું કહેવું છે કે, રેપર બાદશાહે પોતાના એક મ્યૂઝિક વીડિયોમાં વધારે મ્યૂ મેળવવા માટે 72 લાખ રૂપિયા આપ્યા. આ વીડિયોને વ્યૂવરશિપના અનેક રેકોર્ડ તોડ્યા હતા. રેપરની એક રેકેટના મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે જે સોશિયલ મીડિયા પ્રભાવિતોને નકલી ફોલોઅર્સ અને વ્યૂઝ વેચે છે. જોકે બાદશાહાએ આ મામલે કોઈપણ પ્રકારનું ખોટું કામ ન કર્યું હોવાનું કહ્યું છે.

અધિકારીઓનો દાવો છે કે, સવાલો દરમિયાન બાદશાહે વાત સ્વીકારી હતી કે તેણે 7.2 કરોડ વ્યૂઝ 72 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. યૂટ્યૂબ પર પ્રથમ 24 કલાકમાં જોવાનાર આ ગીતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘પાગલ હૈ’ મ્યૂઝિક વીડિયોને રિલીઝના પ્રથમ દિવસે જ 75 મિલિયન વખત જોવામાં આવ્યું હતું, આ મ્યૂઝિક વીડિયોને ટેલર સ્વિફ્ટ અને કોરિયન બ્યોટ બેંડ બીટીએસના પાછળા રેકોર્ડ તોડ્યા છે. જોકે આ દાવાને ગૂગલે પણ ફગાવી દીધો હતો.

24 કલાકમાં વર્લ્ડ રેકોર્ડ

પોલીસ ડેપ્યુટી કમિશ્નર નંદકુમાર ઠાકુરે મુંબઈ મિરિર સાથે વાત કરતાં કહ્યું કે, “ગાયકે સ્વીકાર કર્યું છે કે તે યૂટ્યૂબ પર 24 કલાકમાં વ્યૂરશીપનો રેકોર્ડ બનાવવા માગતા હતા. આ જ કારણ છે કે તેણે આ કંપનીને 72 લાખ રૂપિયા આપ્યા હતા.” પરંતુ બાદશાહાએ આ આરોપને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, તેને સમન્સ મળ્યા બાદ તેમણે મુંબઈ પોલીસ સાથે વાત કરી હતી.

બાદશાહે વાત ફગાવી

આ સમાગ્ર મામલે હવે ખુદ બાદશાહે નિવેદન આપ્યું છે. બાદશાહે કહ્યું કે, “મેં પોલીસ અધિકારીઓની તપાસમાં સહયોગ કર્યો છે અને તેમની મદદ કરી છે. મેં મારા પર લગાવવામાં આવેલ તમામ આરોપોને ફગાવી દાધા છે અને હું સ્પષ્ટ કરવા માગુ છું કે હું ક્યારેય આ પ્રકારના ટ્રેન્ડમાં સામેલ ન તો, ન તો હું તેની ટીકા કરું છું.”

તપાસ પ્રક્રિયા કાયદા અનુસાર થઈ રહી છે અને મને અધિકારીઓ પર પૂરો વિશ્વાસ છે, જે આ મામલે તપાસ કરી રહ્યા છે. હું એ ભધાનો આભાર માનુ છું જેમણે મને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ મારા માટે ઘણું મહત્ત્વ રાખે છે.”