મુંબઇ પોલીસે કંગના રનૌતની સાથે સાથે ફિલ્મ કાર કરણ જૌહર ફિલ્મ મેકર કંપની ધર્મા પ્રૉડકશન્સના સીઇઓ અપૂર્વ મહેતાને પણ સમન્સ પાઠવ્યા છે. વળી, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને પણ બહુ જલ્દી પોલીસ પુછપરછ માટે બોલાવી શકે છે. આની જાહેરાત ખુદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રવિવારે બપોરે કરી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, દેશમુખે મીડિયાને જણાવ્યુ કે સીઆરપીસી અંતર્ગત કંગના રનૌતને સમન્સ બોલાવવામાં આવી છે, અને જેની જરૂર પડશે તેને બોલાવવામાં આવશે.
આ ચર્ચાની વચ્ચે ટીમ કંગના રનૌતથી ઓળખાતી કંગનાની ડિજીટલ ટીમે દેશમુખની જાહેરાત પર પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યુ છે, લખ્યું- કરણ જૌહરના મેનેજરને સમન્સ પાઠવવામાં આવ્યુ, પણ આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ કરણ જૌહરને નહીં. મુંબઇ પોલીસ સુશાંત સિંહ રાજપૂતના મર્ડર ઇન્વેસ્ટિગેશનની મજાક બનાવવાનુ બંધ કરો.
બીજી ટ્વીટમાં લખ્યું- મુંબઇ પોલીસ સમન્સ પાઠવવામાં પણ કઇ રીતે નિર્લજ્જ રીતે નેપૉટિઝ્મ કરી શકે છે? કંગનાને સમન્સ પાઠવાયુ, તેને મેનેજરને નહીં, પરંતુ મુખ્યમંત્રીના દીકરાને બેસ્ટ ફ્રેન્ડના મેનેજરને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો, કેમ? સાહેબને પરેશાની ના થાય એટલા માટે?
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મને લઇને ચર્ચા છેડાઇ હતી, આ ચર્ચામાં એક્ટ્રેસ કંગના રનૌતે ખુલીને સુશાંત સિંહ રાજપૂતનો પક્ષ લીધો હતો, તેને એક વીડિયો શેર કરીને કહ્યું કે સુશાંતનુ મોત આત્મહત્યા નહીં પણ મર્ડર છે. કંગના આ કેસમાં સુશાંતના પક્ષમાં રહી છે.