મુંબઈના વરસાદમાં માંડ-માંડ બચ્યો આ એક્ટર, કાર પર અચાનક પડી વીજળી અને પછી....
abpasmita.in | 04 Jul 2019 02:58 PM (IST)
સોની ટીવીના શો ‘મેં માયકે ચલી જાઉંગી’ના એક્ટર નમીષ તનેજા સાથે એક દુર્ઘટના બની છે.
મુંબઈઃ મુંબઈમાં પડેલ ભારેત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પણ બોલિવૂડ સ્ટાર્સ, ટીવી સ્ટાર્સના કામ પર પણ તેની અસર પડી છે. સોની ટીવીના શો ‘મેં માયકે ચલી જાઉંગી’ના એક્ટર નમીષ તનેજા સાથે એક દુર્ઘટના બની છે. સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે એક્ટર જ્યારે પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે તેની કાર પર વીજળી પડી હતી. તેણે કહ્યું કે કારમાં મારી સાથે મારો પરિવાર પણ હતો. જેવો જ કાર સ્ટાર્ટ કરવા જઈ રહ્યો હતો ત્યારે મને બમ્પર પર કંઈક પડ્યું હોવાનો અવાજ આવ્યો. એવું લાગ્યું જાણે કોઈ ભારે ભરખમ વસ્તુ મારા કાર પર આવીને પડી હોય. અમને જાણ થઈ કે વીજળી તો મારી કાર પર જ પડી છે. તેણે જણાવ્યું કે વીજળી પડ્યાના થોડા સમય બાદ તેઓ કારમાંથી બહાર નીકળી ગયા હતા. નમીષ તનેજા સ્વરાગિની સીરિયલમાં જોવા મળ્યો હતો. હવે તે એક વિદ્યા નામના શોમાં જોવા મળશે.