TMKOC: પોપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને છોડીને મુનમુન દત્તા નથી જઇ રહી. આ વાતની પુષ્ટી શોના પ્રોડકશન હાઉસે કરી છે. તેમના વિવાદિત નિવેદન બાદ કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, મુનમુન દત્તા આ શોને છોડી રહી છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીની ભૂમિકા અદા કરનાર મુનમુન દત્તા ફરી એકવાક ચર્ચાંમાં છે. હાલ એવા સમાચાર સામે આવ્યાં હતા કે, મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી રહી છે. કોરોના વાયરસની મહામારીના કારણે મહારાષ્ટ્રમાં શૂટિંગ બેન હોવાથી કલાકાર અને ક્રૂને દમણમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.


મુનમુન દત્તા દમણમાં કલા કૌવા એપિસોડના શૂટિંગમાં જોવા ન હતી મળી. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ મુંબઇ પરત ફરી છે. જો કે સ્પોટ બોયના રિપોર્ટ અનુસાર મુનમુન દત્તા હજુ સુધી મુંબઇ નથી આવી. પોર્ટલના નજીકન સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ એક વિશેષ જાતિ પર તેમણે અપશબ્દનો ઉપયોગ કરી કમેન્ટ કરી હતી,  વિવાદમાં ફસાયા બાદ તે સેટ પર નથી જોવા મળી.


નથી છોડી રહી શો
મુનમુન દત્તા બહુ ઝડપથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી દેશે, આ પ્રકારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે આ મુદ્દે પ્રોડકશન હાઉસે કન્ફર્મ કર્યું છે કે, મુનમુન દત્તા શો નથી છોડી રહી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડકશન હાઉસ અને નીલા ફિલ્મ પ્રોડકશન પ્રાઇવેટના માલિક અસિત મોદીએ આ વાતની પુષ્ટી કરી છે.


શું હતો સમગ્ર મામલો
 ઉલ્લેખનિય છે કે, ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબિતા જી એટલે કે મુનમુન દત્તા પર વિશેષ જાતિ પર ટીપ્પણી કરવાનો આરોપ હતો. ખરેખરમાં આ આખો વિવાદ મુનમુન દત્તાના એક વીડિયોથી શરૂ થયો છે. આમાં તે વિશેષ જાતિ માટે અપમાનજનક શબ્દનો પયોગ કરે છે. જો કે આ વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે ફરિયાદ પણ થઇ હતી. સમગ્ર ઘટનાના પગલે તેમને માફી પણ માંગી હતી.