સુશાંત મૃત્યુ કેસમાં સલમાન કરણ જોહર સહિત કઈ 8 ફિલ્મી હસ્તી સામે નિકળ્યું સમન્સ ? કોર્ટે ક્યારે હાજર થવા આપ્યો આદેશ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Sep 2020 07:58 AM (IST)
સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મુજફ્ફરપુર સીજેએમ કોર્ટમાં 17 જૂને એક અરજી કરવામાં આવી હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં મુજફ્ફરપુર જિલ્લા કોર્ટે સલમાન ખાન, કરણ જૌહર અને આદિત્ય ચોપરા સહિત 8 લોકોને કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ અુસાર, આ બધાને ખુદ અથવા વકીલના માધ્યમથી પોતાની હાજરી કોર્ટમાં સુનિશ્ચિત કરવાની રહેશે. આ આઠેય હસ્તીઓને હાજર થવા માટે 7 ઓક્ટોબરની તારીખ આપી છે. મુજફ્ફરપુરના વકીલ સુધર ઓઝાની અરજી પર કોર્ટે સલમાન ખાન, કરણ જૌહર, આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, સાજિદ નાડિયાવાલા, ભૂષણ કુમાર અને દિનેશ વિજયનને કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે. આ બધાને આ મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. જણાવીએ કે, વકીલ સુધીર ઓઝાએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મુજફ્ફરપુર સીજેએમ કોર્ટમાં 17 જૂને એક અરજી કરી હતી. તેમણે સુશાંત સિંહ રાજપૂતના મોત માટે આ બધાને જવાબદાર ગણાવતા આઈપીસીની કલમ 306, 504 અને 506 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિતિ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે તપાસ પહેલા મુંબઈ પોલીસ કરી રહી હતી પરંતુ પટનામાં સુશાંતના પિતા દ્વારા એફઆઈઆર કર્યા બાદ બિહાર પોલીસે પણ તપાસ શરૂ કરી. બાદમાં સુશાંતના પિતાએ મુંબઈ પોલીસની તપાસથી સંતુષ્ટ ન હોવાનું કહેતા સીબીઆઈ તપાસની માગ કરી હતી. ત્યાર બાદ બિહાર સરકારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી હતી.