નાના પાટેકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં માહિતી આપી છે કે તેઓ પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્રનાં સીએમ રિલીફ ફંડમાં 50-50 લાખ રૂપિયા દાનમાં આપી રહ્યા છે. નાના પાટેકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા આ સંદેશ આપ્યો છે.
નાના પાટેકરે આ દાન તેમના એનજીઓ નામ ફાઉન્ડેશન વતી આપ્યું છે. આ વીડિયોમાં નાના પાટેકર કહી રહ્યા છે કે, 'આ સમયે આપણે આપણી જાતિ, ધર્મ, સંપ્રદાયને ભૂલીને સરકાર સાથે મળીને કામ કરવું પડશે. સરકાર આવા મુશ્કેલ સમયમાં એકલી લડી શકે તેમ નથી. પીએમ અને સીએમ ફંડ્સ માટે, નામ ફાઉન્ડેશન દ્વારા 50-50 લાખનાં બે ચેક મોકલવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે તમે ઘરની બહાર ન જાઓ. આ સમયે, ઘરે રહેવું એ દેશની સૌથી મોટી સેવા છે. આ રીતે, નાના પાટેકરે દાનની સાથે સંદેશ પણ આપ્યો છે.