વડાપ્રધાન કોન્ટેએ એક સ્પેનિશ અખબારને જણાવ્યું હતું કે, લોકડાઉન લાંબા સમય સુધી ચાલવાની મંજૂરી આપી શકાતી નથી. અમે પ્રતિબંધોને હળવા કરવાના માર્ગો શોધી રહ્યા છીએ. પરંતુ તે ધીમે-ધીમે દૂર કરવામાં આવશે. ત્યાર બાદ આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પર્ન્ઝાએ જણાવ્યું હતું કે, તમામ પ્રતિબંધો ઈસ્ટર એટલે કે 12 એપ્રિલ સુધી લંબાવી શકાય છે. ઈટલીમાં લોકડાઉન શુક્રવારે સમાપ્ત થાય છે.
કોરોના વાયરસથી દુનિયામાં અત્યાર સુધીમાં 37000થી પણ વધારે લોકોના મોત થયાં છે. જ્યારે સાડા સાત લાખ લોકો કોરોનાથી પીડિત છે. ઈટલીમાં સોમવારે કોરોના વાયરસથી 812 લોકોનાં મોત થયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખને પાર થઈ ગઈ છે.
ઈટલીનાં વહીવટીતંત્રને હવે આશા છે કે, કોરોના સંક્રમણ દરમાં હવે ઘટાડો આવશે. નવા આંકડા દર્શાવે છે કે, હવે કોરોનાના સંક્રમણ દરમાં ઘટાડો આવી રહ્યો છે. ઈટલીમાં હવે રોજનું કોરોના સંક્રમણ ઘટીને 4.1 ટકા પર આવી ગયું છે.