નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે વર્ષની શરૂઆત એક ચોંકવનારા સમાચાર સાથે થઈ હતી. ટીમના ઑલરાઉન્ડર અને સ્ટાઇલિશ હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઈની જાહેરાત કરી છે. જાહેરાત બાદ હાર્દિક અને નતાશાને શુભેચ્છાનો ધોધ વહ્યો હતો. હાર્દિક પંડ્યાએ વીડિયો જાહેર કરીને પોતાની જિંદગીની નવી શરૂઆત વિશે જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે નતાશાને તેના પૂર્વ બોયફ્રેન્ડે પણ સગાઈ બદલ શુભેચ્છા પાઠવી હતી.

નતાશા સ્ટેન્કોવિચના પૂર્વ બોયફ્રેન્ડ અલી ગોનીએ આપેલા ઇન્ટરવ્યુમાં હાર્દિક અને નતાશા વચ્ચેના સંબંધ અંગે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું નતાશા માટે ખૂબ જ ખુશ છું. હું બંનેને સાથે જોવાનું પસંદ કરું છું. બંને એક સાથે ખૂબ જ ક્યૂટ લાગે છે. હું ખુશ છું કે બંને લગ્ન કરવા જઇ રહ્યા છે.



જણાવી દઈએ કે અલી ગોની પોતે એક ટીવી એક્ટર પણ છે, જેમણે ઘણા શોમાં કામ કર્યું છે. અત્યારે તેને ‘યે હૈ મોહબ્બતેન શો’માં ખૂબ પસંદ કરવામાં આવે છે. જોકે, અલી ગોનીએ હાર્દિક અને નતાશાની અચાનક સગાઈના સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

નતાશા અને અલી ગોની વર્ષ 2014થી 2015 સુધી એક વર્ષ સુધી સંબંધમાં રહ્યા હતા. જોકે, બાદમાં બંનેએ વ્યક્તિગત કારણોથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

જોકે, ટીવી ડાન્સ શૉ 'નચ બલિયે'માં લોકોને બંનેની જુગલબંધી ખૂબ પસંદ આવી હતી. આ શૉની નવી સિઝનમાં બંનેએ ટીમ તરીકે કામ કર્યું હતું. આનાથી માલુમ પડે છે કે બંને સારા મિત્રો બની રહ્યા હતા.