નવી દિલ્હી: દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટણી પર દેશભરની નજર છે. ત્રણેય મુખ્ય પક્ષ આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ અને ભાજપે પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની વચ્ચે કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાઓને નકારી દીધી છે. દિલ્હી પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડાએ કહ્યું કે પાર્ટી ચૂંટણી એકલા હાથે લડશે અને જીતશે.


કૉંગેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક વોર રૂમ તૈયાર કર્યો છે. આ વોરરૂમના ઉદ્ધાટનના પ્રસંગે દિલ્હી કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું દિલ્હીમાં કૉંગ્રેસ કોઈ સાથે ગઠબંધન નહી કરે અને પોતાના દમ પર 70 વિધાનસબા બેઠકો પર સમગ્ર તાકાતથી ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો હાથ ખાલી રહી ગયો હતો. કુલ 70 વિધાનસભા સીટમાંથી અરવિંદ કેજરીવાલની પાર્ટીએ એકલા હાથે 67 સીટો પર જીત મેળવી હતી. જ્યારે અન્ય ત્રણ સીટો ભાજપના ખાતામાં ગઈ હતી.