મુંબઈ: 'ડીજે વાલે બાબૂ મેરા ગાના બજા દે' ગીતથી જાણીતી બનેલી નતાશા સ્તાનકોવિક ફરી ચર્ચામાં છે. આ વખતે નતાશા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. એક્સ બિગબોસ સ્પર્ધક નતાશા સ્તાનકોવિક બોલ્ડ બિકિની અવતારમાં જોવા મળી હતી. નતાશાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.




થોડા દિવસો પહેલા નતાશાએ પૂલમાં મસ્તી કરતી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં નતાશાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. નતાશા સર્બિયન મોજલ છે. થોડા સમય પહેલા સુધી નતાશાનુ નામ યે હૈ મહોબ્બતેના કો સ્ટાર અલી ગોની સાથે જોડાયું હતું.






હાલ બંને સ્ટાર પ્લસના ડાન્સિંગ રિયાલિટી શો નચ બલિએમાં જોવા મળી રહ્યા છે. ડીજે વાલે બાબૂ મેરા ગાના બજા દેની એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજને ફેન્સને ખૂબ પસંદ પડી રહ્યો છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)