મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાંથી લોકોએ આ ઘટનાની આકરી નિંદા કરી રહ્યા છે. બૉલિવૂડ સેલેબ્સેથી લઇને ટીવી સ્ટાર્સે પણ આ હુમલાની નિંદા કરી છે. આ હુમલા બાદ પાકિસ્તાની આર્ટિસ્ટ્સને દેશમાં પ્રતિબંધ લગાવવાની માંગ પણ થઇ રહી છે.તેની વચ્ચે પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધુએ પુલવામાં પર આપલા નિવેદન બાદ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા છે.

પુલવામાં હુમલામાં સીઆરપીએફ જવાનોના મોત પ્રતિ એકજૂટતા દેખાડતા પંજાબ વિધાનસભાની કાર્યવાહી સ્થગતિ કરવામાં આવી અને તેના બાદ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, શું કેટલાક લોકોની કરતૂતો માટે આખા દેશને જવાબદાર ઠેરવી શકાય? તેમણે કહ્યું કે આ એક ખૂબજ કાયરતાપૂર્ણ હુમલો હતો અને આ હુમલાની આકરી નિંદા કરું છું. હિંસાને કોઈ પણ પ્રકારે ઉચિત ગણાવી શકાય નહીં અને જેમણે આ કર્યું છે તેમને તેની સજા મળવી જ જોઈએ.

સિદ્ધુના આ નિવેદનને લઇને સોશિયલ મીડિયા યૂઝર્સના તેના પર નિશાન સાધ્યુ છે. તેઓએ કપિલ શર્મા શૉ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી, કેટલાક ટ્રોલ્સની માંગ છે કે સિદ્ધુને કપિલ શર્માના શોમાંથી બહાર કરી દેવામાં આવે નહીં તો આ શૉને બોયકોટ કરીશું.




ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મજદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40થી વધારે જવાનોના મોત થયા છે.

આ પહેલા પણ સિદ્ધુ તેના મિત્ર અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પહોંચ્યા હતા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે પણ વિવાદ થયો હતો.

આતંકી હુમલોઃ વધુ એક મોટો ખુલાસો થયો, કાર બોમ્બમાં આ વિસ્ફોટક પદાર્થનો થયો હતો ઉપયોગ