ટાઈગર શ્રોફે આ એક્ટ્રેસ સાથે કરી લીધી સગાઈ? બન્નેએ શેર કરી તસવીર
abpasmita.in | 16 Feb 2019 07:23 AM (IST)
નવી દિલ્હીઃ ટાઈગર શ્રોફ અને દિશા પટાની બોલિવૂડના હોટ કપલમાંથી એક છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે. ઘણી વખત એવું બન્યું છે કે, દિશા ટાઈગરના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતો જોવા મળી છે. બન્ને પોતાના સોશિયલ મીડિયા પર એક બીજાની તસવીર પણ શેર કરતા રહે છે. ગુરુવારે વેલેન્ટાઈન ડે પર બન્ને અલગ રીતે એક બીજાને પ્રેમ વ્યક્ત કરતાં જોવા મળ્યા છે. હાલમાં ટાઇગરે એક તસવીર શેર કરી છે જેમાં તે રિંગ પહેરાવતો નજર આવી રહ્યો છે. તે આ રિંગને ચુંબન કરે છે. આ તસવીર શેર કરીને ટાઇગરે કેપ્શનમાં લખ્યું કે, 'હું કમિટેડ છું'. આ તસવીરને શેર કરીને દિશાએ કેપ્શનમાં લખ્યું છે કે, "કોઈએ મને પ્રશ્ન પૂછ્યો અને મેં હા કહ્યું છે." હવે એવો અંદાજ લગાવો કે બન્નેએ સગાઇ કરી લીધી છે કે નહીં. કારણ કે આવી તસવીરો શેર કર્યા પછી કોઈ પણ આ કહેશે. આ તસવીરથી એ પણ અંદાજ લગાવી શકાય કે બન્ને જલ્દી લગ્ન કરી શકે છે.